ઉત્તમ ઇચ્છિત સંતાન

Just another Gujaratiblogs.com weblog

2nd February 2009

પુંસવન સંસ્કાર (ઊત્તમ ઇચ્છિત સંતાન પ્રાપ્તિ) અંગે વિસ્તૃત સમજ

ઉત્તમ અને ઇચ્છિત બાળક માટેનું આયોજનકેવી રીતે કરવું?

લગ્ન ના નિર્ણય બાદ જો કોઇ સૌથી અગત્યનો મુદ્દો  જીવનમાં આવે તો તે એટલે પોતાના બાળક માટેનું આયોજન. અને જો આપ હવે  આપના બાળક માટે આયોજન કરી રહ્યાં છો તે આનંદની વાત છે. આપને આપની પસંદગીના બાળક મેળવવામાં ઇશ્વર મદદ કરે તેવી શુભકામના..

આપ બાળક માટે આયોજન બદ્ધ જવા માંગો છો તે આનંદની વાત છે. કારણ કે મોટાભાગના દંપતિમાં પ્રથમ બાળકનું આગમન એ એક અણધાર્યો અને ન ટાળી શકાય તેવો અકસ્માત જ હોય છે. આપના પ્રશ્નનો ઉત્તર આપ ને હું સીધે સીધો આપવાને બદલે જરા જુદી રીતે આપવાની ઇચ્છા રાખીશ જેથી કરીને આપને આયોજન માં વધારે મદદ થઇ શકે.

આપ પ્રથમ બાળક તરીકે જ્યારે પુત્રસંતાનની વાત વિચારતા હોવ તો મારા વ્યકિત્ગત મંતવ્યની રીતે જરા યોગ્ય નથી. આપનો પ્રશ્ન પુત્રસંતાનમાટે શું? ના સ્થાને શ્રેષ્ઠ સંતાન માટે શું? તેવો હોવો જોઇએ.

આયુર્વેદમાં એટલે કે આપણાં વેદોમાં શ્રષ્ઠ સંતાન ને વધુ મહત્વ અપાયું છે, અને તેથી જ શ્રેષ્ઠ સંતાનને ઇચ્છિત સંતાન પ્રાપ્તિમાટેના ઉપાયો શાસ્ત્રમાં બતાવેલાં છે.

આયુર્વેદમાં વર્ણવેલ પુંસવન સંસ્કાર પ્રયોગ પણ આનો જ એક ભાગ છે. આ પુંસવન દ્વારા ઇચ્છા પ્રમાણેનું સંતાન પ્રાપ્ત કરી શકાય છે. તેથી સર્વ પ્રથમ જ્યારે પણ સંતાન માટેની વિચારણા કરવાની હોય ત્યારે પતિ-પત્નિ બંન્ને એ પુંસવન સંસ્કાર માટે એક વાર જાણવું અને સમજવું અત્યંત આવશ્યક છે.

પુંસવન સંસ્કાર એ આપણાં ઋષિઓએ સ્વ્સ્થ અને ઉન્ન્ત સમાજવ્યવસ્થા માટે બતાવેલાં મનુષ્યના જીવન દરમ્યાન કરવા માટે અતિ આવશ્યક એવા ૧૬ સંસ્કારોમાંનો એક સંસ્કાર જ છે. અને તેથી તેનું મહત્વ એક અલગ જ છે.

પુંસવન સંસ્કાર પાછળ આપણાં આચાર્યોએ બે હેતું બતાવેલ છે; ૧. ઉત્તમ બાળક અને ૨. ઇચ્છિત બાળક.

૧. ઉત્તમ બાળક- જ્યારે પણ કોઇપણ દંપત્તિ પોતાના બાળક માટે વિચાર કરે ત્યારે તે હંમેશા એક જ વાત નો વિચાર કરે કે પોતાનું બાળક શ્રેષ્ઠત્તમ હોવું જોઇએ. તેથી આ હેતુ અંતર્ગત કુલ ત્રણ દ્રષ્ટિકોણ થી વિચાર કરવામાં આવેલ છે.

અ. શારિરીક

બ. માનસિક

ક. સંસ્કાર

અ. શારિરીક

- બાળક શારિરીક રીતે શ્રેષ્ઠ નો અર્થ બાળક દેખાવે જાડું હોય તેવો નથીપણ સંસ્કાર થકી જન્મેલું બાળકની રોગપ્રતિકાર શકિત એટલી મજબૂત હોય કે બહારનાં રોગિષ્ઠ વાતાવરણમાં બીજા બાલકની સરખામણીમાં વધુ તાકાત થી પોતાને બચાવી શકે. વળીએટલું નહિં પણ સંસ્કાર દ્વારા આવનારા આનુવંશિક રોગોની સામે પણ બાળકને રક્ષણ મળવાની શક્યતાઓ વધી જાય છે.

બ. માનસિક

પોતાનાં આવનાર બાળકની યાદશકિતગ્રહણશકિત સારી હોય અને બૌદ્ધિક દ્રષ્ટિએ તે તેજસ્વી હોય તેવી ક્યા માતા-પિતાની ઇચ્છા ન હોય? આ સંસ્કાર આપના બાળકને આપની ઇચ્છા મુજબ તેજસ્વી બનાવી શકે છે. અને તેથી જ તે માટે આપણાં ઋષિઓએ બાળકનાં જન્મ પછી સુવર્ણપ્રાશન સંસ્કાર કરવાનું સૂચવેલ છે.

ક. સંસ્કાર - મૂળભૂત રીતે સંસ્કાર જ થતો હોવાથી સંસ્કારી જીવ એ ગર્ભમાં આવીને રહે તેવું આવાહન પ્રભુ પાસે કરવાનું હોય છે.

૨. ઇચ્છિત સંતાન - આપણે ઇચ્છાનુસાર પુત્ર અથવા પુત્રી સંતાન મેળવી શકાય છે.

હવે, જ્યારે પુત્ર અથવા પુત્રી સંતાનનો વિચાર કરીએ ત્યારે એક વાત ખાસ સમજી લેવી જરૂરી છે કે આપણાં શાસ્ત્રોએ બતાવેલ આ પુંસવન પ્રયોગ એ કોઇ ચમત્કાર, નુસ્ખો કે દાદીમાંની ખલેચીમાંથી કાઢેલી કોઇ ફાકી નથી. પરંતુ સંપુર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવેલી એક સારવાર છે. જેની પાછળ ગર્ભનવિજ્ઞાનનો, આનુવંશિક સિદ્ધાતોનો એક તર્ક છે. સમગ્ર આયુર્વેદ ના વિશે પણ જો વિચાર કરીએ તો આયુર્વેદ એ કોઇ જૂનવાણી પદ્ધતિ નથી પણ તે તો કોઇ કાળે ન બદલવાવાળી એકમાત્ર ચિકિત્સા પદ્ધતિ છે. આજના કહેવાતાં આધુનિક નિજ્ઞાનમાં દર પાંચ વર્ષે તેનાં મૂળભૂત સિદ્દાંતોમાં ફરક થાય છે અને જે સિદ્ધાંત વધારે યશસ્વી લાગે છે તેનું મૂળ આયુર્વેદમાં અવશ્ય જોવા મળે જ છે તે છતાં આપણી આંધળી બુદ્ધિને આયુર્વેદ વૈજ્ઞાનિક લાગતો નથી. અને આજે આ વિષય પરત્વે પણ મારે એટલું જ કહેવાનું કે આજે કદાચ ભલે આ વાત સમજમાં ન આવે તો પણ શ્રદ્ધાપૂર્વક તેનું આચરણ કરીએ. પરિણામ જ એનું પ્રમાણ છે. આપણાં વૈજ્ઞાનિક મિત્રો પણ આ દિશામાં કાર્યરત છે જ અને ઘણાં બધાં અંશે તેઓ આ વાત ને સમર્થન આપી પણ રહ્યાં છે, પણ જ્યાં સુધી તેમની ભાષાંમાં ન સમજાય ત્યાં સુધી જમાનો આ વાત ન સ્વિકારે તો આયુર્વેદને કે આયુર્વેદના પ્રણેતાઓને તેનાથી કોઇ ફરક પડતો નથી કારણ કે આમાંથી તેમને કંઇ પેટન્ટના નામે પૈસા કમાવાના નથી.

ફરક પડશે આપણને… જો નહિ સ્વીકારીએ કે શ્રદ્ધા નહિં રાખીએ અને કદાચ નજીકનાં ભવિષ્યમાં આજે ના પાડવાવાળા લોકો તેને પૂરવાર કરીને સ્વિકારવા લાગે તો ત્યારે આપણે પસ્તાવાનો વારો ના આવે !!

ખેર, આપણે આયુર્વેદની ભાષામાં અને આયુર્વેદની દ્રષ્ટિએ આખી વ્યવસ્થાને સમજવાનો પ્રયત્ન કરીએ તો વધારે મજા આવશે..

પુત્રસંતાન માટેની આ સારવાર ત્રણ તબક્કામાં થતી રહેલી છે અને તે ગર્ભ રહ્યાં પહેલાંથી જ તેનું આયોજન કરવાનું હોય છે.

પ્રથમ તબક્કો…

સામાન્ય રીતે ગર્ભામાં આકાર લઇ રહેલ બાળક એ માતાને પિતાન માત્ર બીજ નાં ફલન ( સંયોગ)નું જ પરિણામ છે, અને તેથી ગર્ભમાંના બાળકની જાતિનો આધાર પણ તેને વારસામાં મળેલ બીજ અને તે બીજ સાથે આવેલા જનીન કારક જ ભાગ ભજવે છે. આનુંવંશિકતાના નિઅયમ અનુસાર વધારે શક્તિશાળી બીજ એ પોતાનાથી નબળાં બીજના લક્ષ્ણોને દેખાવા કે પ્રગટ થવાં દેતું નથી. તેથી અહિં આ જ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને જો પુત્ર સંતાન ની ઇચ્છા હોય તો સ્ત્રીબીજ કરતાં પુરુષ બીજ એ વધારે પ્રભાવી હોવું જોઇએ. તેથી સર્વ પ્રથમ પુરૂષે પોતાના વીર્યમાં રહેલા શુક્રકોષોની સંખ્યા અને ગુણવત્તા ચકાસવી જોઇએ. અન જો આવશ્યક લાગે તો આયુર્વેદ સારવા થકી તે ગુણવત્તા વધારીને પછી આગળ વધવું જોઇએ. તેવી જ રીતે સ્ત્રીના અંતઃસ્ત્રાવો ( હોર્મોન)માં જો કોઇ વધ-ઘટ હોય તો તે પહેલા જ વયવસ્થિત કરી લેવાં જોઇએ અને આ માટે આયુર્વેદિક ઔષધો વધારે કારગત અને આડઅસર રહિત છે.

આ તબક્કા દરમ્યાન ગર્ભ ન રહી જાય તેની તકેદારી રાખવી જોઇએ અને તે માટે નિરોધ નો ઉપયોગ વધારે સલાહભર્યો છે.

બીજો તબક્કો…

માતા અને પિતાના બીજ ની ગુણવત્તા ગોઠવાયા બાદ નિશ્ચિત પરેજી અને નિયમો સાથે આયોજન બદ્ધ અને વિશ્વાસ પૂર્ણ ચોક્કસ દિવસોમાં સમાગમ યોજવો. આ સમાગમનાં દિવસોની ગણતરી એ મહત્વનો ભાગ ભજવે છે અને તે માટે નિષ્ણાંત વૈદ્યની સલાહ વધારે આવશ્યક છે. તે છતાં સામાન્ય સમ્જોગોમાં આ રીતે ગણતરી કરીને આયોજન કરી શકાય. જો માસિક નિયમિત અને કોઇપણ પ્રકારની તકલીફ વગર પૂરાં મહિને વ્યવસ્થિત આવતું હોય તો માસિકના પ્રથમ દિવસથી ગર્ભાધાન માટેની શક્યતા વાળાં દિવસોમાં બેકી સંખ્યાના દિવસોમાં રાત્રે સમાગમ માટે મળવું. આ રીતે જ્યાં સુધી ગર્ભ ન રહે ત્યાં સુધી આ જ પ્રકારે આહાર વિહારની યોગ્ય પરેજી અને તકેદારી રાખીને બેકી સંખ્યાના દિવસોમાં સમાગમ કરવો.

ત્રીજો તબક્કો….

આ તબક્કો એ ગર્ભ રહ્યાં પછી તરત જ શરૂ થાય છે, જે પુત્રપ્રાપ્તિ અર્થે સાડા-ત્રણ મહિના સુધી અને ઉત્ત્મ બાળક ના હેતુસર ડીલીવરી સુધી ચાલુ રહે છે. જેમાં, મુખ્યત્વે ચાર બાબતોનો વિચાર કરવામાં આવે છે.

૧. આહાર

૨. વિહાર

૩. ઔષધ

૪. પુષ્યનક્ષત્રનાં દિવસે પુંસવન નસ્ય..

આ ત્રણેય તબક્કાના અંતે શ્રદ્ધાપૂર્વકના આચરણથી કરેલ સારવાર થકી જે તે દંપત્તિ દૈવયોગથી પોતાની ઇચ્છાનુસાર બાલક મેળવવાંમાં સફળ બને છે.

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદાચાર્ય ( વંધ્યત્વ અને પુંસવન નિષ્ણાંત)

www.lifecareayurveda.com

info@lifecareayurveda.com

Read Article in ENGLISH

Read Article in HINDI

posted in infertility, kakvandhya, punasavan | 2 Comments

9th September 2008

વંધ્યત્વ – એક જટિલ સમસ્યા(વાંઝિયા મહેણું ટાળો)

વંધ્યત્વ – એક જટિલ સમસ્યા(વાંઝિયા મહેણું ટાળો)

પ્રત્યેક દંપત્તિ માટે જીવનની અમૂલ્ય ભેટ એટલે પોતાનું સંતાન. અને કેટલાંક દંપત્તિ ને જ્યારે તે ન મળે ત્યારે તેનાં બધાં સ્વપ્નો રગદોળાઇ જાય છે, અને જીવન નિરાશાથી ઘેરાઇ જાય છે. વંધ્યત્વ – વાંજીયાપણું એ ખૂબ જ નિરાશાજનક અને ડરામણો અનુભવ છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે તે સામાજિક – વ્યવહારિક પ્રસંગોમાં સગાસંબંધી દ્વારા થતી પૃછા અત્યંત ત્રાસદાયક બની રહે છે. અને ત્યાંથી શરૂ થાય છે વ્યથાની એક સફર…..

દોરા, ધાગા, મંત્ર – તંત્ર, ભૂવા- ડાકલા.. કોઇ અહિં તો કોઇ તહિં ની સલાહ આપશે….. અનેક જાણીતા અને અજાણ્યા, મોટા શહેરનાં મોટાં ડૉક્ટરોથી માંડીને અંતરિયાળ ગામડાનાં ડિગ્રી વગરના ઉઘાડપગા ડોક્ટરો પાસે ફરીને કંટાળેલ પતિ-પત્નિ માટે આ વંધ્યત્વનો સામનો ખરેખર મુશ્કેલ જ હોય છે. અને ડૂબતો નર તરણું ઝાલે તેમ જે કોઇ પણ સલાહ આપે ત્યાં દોડતા જાય, ક્યારેક મનથી તો ક્યાએક કમને પણ જાય. જોઇને જ પ્રેશર બધી જાય તેટલ રિપોર્ટસના ઢગલાં અને સાથે સાથે કેટલાંક જરૂરી અને કેટલાંક અખતરાં ભાગ રૂપે કરેલાં ઓપરેશનો છતાં પરિણામ શૂન્ય. દવા અને રિપોર્ટનું નામ પડે તો ગભરામણ થઇ જાય અને ખિસ્સા તો ખાલી જ થઇ ગયા હોય. લગ્ન પહેલાનાં ફોટા જુઓ અને અત્યારે જુઓ તો હોર્મોનલ દવાઓના પ્રકોપથી ઓળખાય પણ નહિ તેવું કદરૂપું થયેલું શરીર. આવાં હતાશ થયેલાં દંપત્તિને સાચી દિશા ક્યાંથી મળે?

અને હવે તો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, તે એટલે ટેસ્ટ ટ્યુબ બેબી, દવા શરૂ કરી ને માંડ ત્રણ ચાર મહિના થયાં હોય ત્યાં જ જે તે ડૉક્ટર સલાહ આપી દે કે ટેસ્ટટ્યુબ બેબી એ જ એકમાત્ર ઇલાજ છે, ( જે મને વગર મહેનતે ઘણું બધું આપી શકશે ????)

આ વંધ્યત્વનો સામનો કરવો કેવી રીતે? મિત્રો, આ સ્થિતિમાં નિરાશ થવાની જરૂર નથી. જરૂર છે રોગની વૈદ્યકીય દ્રષ્ટિકોણથી સમજણ કેળવવાની, અંધશ્રદ્ધા, વહેમોથી દૂર જઇને વૈજ્ઞાનિક પરિક્ષણો દ્વારા રોગના કારણો જાણી, સમજી તેમાં ધીરજપૂર્વકનો પ્રયત્ન એ જ તેના ઇલાજનો માર્ગ છે.

 વંધ્યત્વ કોને કહીશું?

આજના આધુનિ વિજ્ઞાનની વ્યાખ્યા પ્રમાણે કોઇ પણ પ્રકારના ગર્ભનિરોધક સાધન કે ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કર્યા વિના એક વર્ષ સુધી નિયમિત અને યોગ્ય સમયે સમાગમ બાદ જો ગર્ભધારણ ન થાય તો આવી પ્રજનનની અશક્તિ વંધ્યત્વ તરીકે ઓળખાય છે.

આયુર્વેદ આનાથી આગળ જઇને વાત કરે છે, કે જો માતાને ગર્ભ રહે પણ વારંવાર ગર્ભપાત થઇ જાય તો પણ તે વંધ્યા જ કહેવાય. એટલું જ નહિં પણ તે બાળક સ્વસ્થ જ હોય તેનો પણ આયુર્વેદ માં આગ્રહ છે. આયુર્વેદમાં સ્વસ્થ બાળક અને સ્વસ્થ માતૃત્વ આ મુખ્ય વાત છે, અને એટલે જ આયુર્વેદ વિજ્ઞાનમાં પ્રત્યેક માસ મુજબ માતાના ખોરાક અને ઔષધ માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. માત્ર બાળકનો જ જન્મ થવો એટલું જ આયુર્વેદને માન્ય નથી, આયુર્વેદ એ સમાજ વ્યવસ્થા માટે પણ તેટલું જ જાગૃત છે અને એટલે જ “કાકવન્ધ્યા” નામે વંધ્યત્વનો એક એવો પ્રકાર બતાવ્યો છે કે જેમ કાગડો એ એક જ આંખથી જોઇ શકે છે તેમ આ પ્રકારના વંધ્યત્વમાં જે તે સ્ત્રીના કુખે માત્ર એક જ જાતિના એટલે કે કાંતો છોકરાઓ અથવા તો છોકરીઓ જ જન્મ. આ પ્રકારની અવસ્થા પણ વંધ્યત્વનો જ એક પ્રકાર છે, અને તેના નિવારણ માટે જ આયુર્વેદમાં પુંસવન સંસ્કાર નામે એક અતિ મહત્વની સારવાએઅ પણ દર્શાવેલી છે, અને અત્યારના સમાજમાં વધુ બાળકો ન ઇચ્છતાં દંપત્તિ માટે તે આશીર્વાદ સમાન છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના એક સર્વેક્ષણ મુજબ સમગ્ર વિશ્વના કુલ દંપત્તિ પૈકી ૮ થી ૧૦% દંપત્તિને વંધ્યત્વનો સામનો કરવો પડે છે. એટલે કે દુનિયાભરમાં ૫ થી ૮ કરોડ દંપત્તિ વંધ્ય છે. અને આયુર્વેદના કાકવંધ્યાના પ્રકારથી જો જોઇએ તો આ આંકડૉ કદાચ ચારથી પાંચ ગણો થઇ જાય.

વંધ્યત્વ માટે અનેક કારણૉ છે.. જેનો આગળ વિચાર કરીશું…

posted in infertility, kakvandhya, punasavan | 4 Comments

8th September 2008

ઉત્તમ ઇચ્છિત સંતાન પ્રાપ્તિ (વંધ્યત્વ અને પુંસવન પ્રયોગ)

નમસ્કાર આયુર્વેદાચાર્ય વૈદ્ય નિકુલ પટેલ દ્વારા શરૂ કરવામાં આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.

આ બ્લોગ દ્વારા આયુર્વેદની શ્રેષ્ઠ ચિકિત્સા પદ્ધતિ થકી વંધ્યત્વ અને પુંસવન સંસ્કાર ( ઉત્તમ ઇચ્છિત સંતઆ પ્રાપ્તિ- નર કે માદા બાળક ઇચ્છાનુસાર મેળવવાની આયુર્વેદની પદ્દતિ) ના મારાં ૧૦ વર્ષના અનુભવો અને સ્વ. વૈદ્ય શોભન વસાણી ( ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય તથા ગુજરાત સમાચારના આરોગ્ય વિશેના ખ્યાતનામ લેખક, સાહિત્યકાર, આયુર્વેદના પ્રચારક)સાથે ના પાંચ વર્ષના ચિકિત્સા કાર્યના અનુભવો આપની સાથે વાગોળવા તેમજ તે અનુભવનો લાભ આપના સુધી પહોંચાડી આયુર્વેદની ખ્યાતિ વધારવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. મિત્રો આ બ્લોગ દ્વારા મારાં વંધ્યત્વ અને પુંસવનને લગતા મારાં કુલ ૧૫ વર્ષના ૪૫૦ થી વધુ સફળ કેસોના અનુભવને આપની સમક્ષ ખુલ્લાં મૂકવા માંગુ છું, અને આ બધું ત્યારે જ શક્ય છે, જ્યારે આપ સૌ વાચક મિત્રો આ બ્લોગને બધુ ને વધુ રસિક બનાવવા વધુ ને વધુ પ્રશ્નો પૂછો ત્યારે…..

મિત્રો આપના પ્રશ્નોની રાહ જોઇ રહ્યો છું,

આપનો,

વૈદ્ય નિકુલ પટેલ

અથર્વ આયુર્વેદ કિલનિક,

૭, જે.એલ. કોમ્પલેક્સ, જવાહર ચોક ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ.

ફોન ઃ ૦૭૯-૨૫૪૬૫૧૨૫, ૯૮૨૫૦૪૦૮૪૪

ઇમેઇલ -  atharvaherbal@yahoo.com, atharvaherbal.gmail.com

મારાં અન્ય બ્લોગ્સની પણ આપ મુલાકાત લઇ શકો છો…

આયુર્વેદ અંગેની માહિતી મેળવો અને આરોગ્ય અંગેના આપના પ્રશ્નોના જવાબ મેળવો..

http://ayurvedaworld.gujaratiblogs.com/

આપના લગ્ન પહેલાં અને લગ્ન પછીનાં અંગત પ્રશ્નોનાં અંગત જવાબો..

http://angatangat.gujaratiblogs.com/

અન્ય બ્લોગ્સ ઃ

૧. આયુર્વેદને લગતી તમામ માહિતી માટે ક્લિક કરો…

http://atharvaherbal.blogspot.com/

૨. વજન ઘટાડો અને આપની તંદુરસ્તી જાળવી રાખો અને સાથે સાથે આપના શરીરને સુડૉળ પણ બનાવી રાખો..
ક્લિક કરો…

http://slim-and-shape.blogspot.com/

૩. વાત્સ્યાયાન કામસૂત્રનો આધાર અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય એટલે ..

http://adult-sex-education.blogspot.com/

૪. વંધ્યત્વ નિવારણ અને તે પણ આયુર્વેદની આડઅસર રહિત સારવાર થકી….
For Infertility Cure

http://get-pregnant-from-ayurveda.blogspot.com/

૫. આયુવેદને જાણો ગુજરાતી ભાષામા ઇન્ટરનેશનલ બ્લોગ..
Know about ayurveda in Gujarati

http://vaidya-of-gujarat.blogspot.com/

૬. આપ ચાહો તો બાબો અને ચાહો તો બેબી મેળવી શકો છો, આયુર્વેદ ના અદ્દભૂત પુંસવન સંસ્કાર પ્રયોગ થકી અને તે પણ માત્ર ચમત્કાર જ નહિ પણ વૈજ્ઞાનિક સમજ સાથે….
Want baby as your choice?

http://concieve-a-boy-or-a-girl.blogspot.com/

૭. યોગ અને પ્રાણાયમનો સમન્વય અને તે પણ આરોગ્યની રક્ષા માટે…

http://om2dotcom.blogspot.com/

૮. અંગત પ્રશ્નોના અંગત જવાબ…

http://angat-angat.blogspot.com/

૯. આપના રોગ અને ઉપચાર અંગે ના પ્રશ્નોના જવાબ તેમજ મેળવો રેડી પ્રિસ્ક્રીપ્શન…

http://ready-prescription.blogspot.com/

૧૦. મેળવો આરોગ્ય અંગેની અઢળક લિન્ક્સ્..

http://ask4healthcare.blogspot.com/

posted in infertility, punasavan | 0 Comments

Powered By Indic IME